Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકામાં ઘુંટું ગામે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઇ કુંડારીયા

મોરબી તાલુકામાં ઘુંટું ગામે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઇ કુંડારીયા

મોરબી તાલુકાના ૫૪ ગામના ૩૫૦૦ ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળશે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના મોરબી તાલુકાનાં ૫૪ ગામોના ૩૫૦૦ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો ઘુંટું ગામે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીથી અનાવરણ કર્યા બાદ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે વર્ષો જૂની ખેડુતોની માંગણી અને ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં દરેક ગામે દિવસે ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો મોરબી તાલુકામાં ૫૪ ગામના ૩૫૦૦ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે.

વધુમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, હું પણ ગામડાનો માણસ છું, ગામડામાં મોટો થયો છું, એટલે ગામડાના લોકોની મુશ્કેલીઓ વિશે મને ખબર છે. અગાઉની કેન્દ્ર સરકારે નર્મદા ડેમના દરવાજા ખોલવાની મંજૂરી ન આપી શકી તે મંજૂરી નરેન્દ્ર ભાઇ મોદીએ વડાપ્રધાન થતા ૧૭ દિવસમાં આપી દીધી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં પી.જી.વી.સી.એલ. ના હિસાબી અધિકારી પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભરવિધી નાયબ ઈજનેર એન.આર.હુંબલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ, મહામંત્રી જયરાજસિંહ, અધિક્ષક ઈજનેર વિ.એલ. ડોબરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!