રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય-રાજપૂત સમાજમાં એકસૂત્રતા કેળવીને, સમાજમાં એકતા સાથે કુરિવાજ નાબુદી કરી શિક્ષણ-વ્યવસાય ક્ષેત્રે જાગૃતિ લાવવાના હેતુથી આગામી તા.૧ મેથી તા.૧૫ મે ગુજરાતભરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે યાત્રા તા.12 મે ના રોજ વાંકાનેર મોરબી ખાતે પધારશે.
ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી આશાપુરા માતાજીના મંદિર માતાના મઢથી યાત્રાનું પ્રસ્તાન કરાશે જેમાં કરણી-રથમાં માઁ આશાપુરા, માઁ કરણી, માઁ અંબાજી, માઁ શક્તિ તથા માઁ ખોડલ સહિત રાજપુત કૂળદેવીઓની જયોત સહિત પુરા ગુજરાતમાં ભૂજ, મોમાઈમોરા, અંબાજી, ઉમિયાધામ, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ધોલેરા, ભાવનગર, સુરેન્નગર, ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલ, ખોડલધામ, ગાયત્રી આશ્રમ ગધેથડ, ઉમિયાધામ સીદસર, જૂનાગઢ, ભવનાથ, કેશોદ, માળીયા હાટીના થઈને સોમનાથ ખાતે પૂર્ણાહૂતિ થશે. આ એક્તા યાત્રાના રાત્રી રોકાણ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો તથા લોકડાયરાઓના આયોજનોં પણ કરવામાં આવશે.
વાંકાનેર – મોરબી ખાતે તા.12 મે ના રોજ યાત્રાનું આગમન થશે જે રાત્રી રોકાણ કરશે આ તકે મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજા, પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં જોડાશે.ત્યારબાદ તા.13 મે ના રોજ ટંકારા- રાજકોટ અને 16માં દિવસે કેશોદ તથા માળીયા થઈને સોમનાથ ખાતે યાત્રા સંપન્ન થશે.