Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક ટ્રક ટેલરની ઠોકરે બાઈકચાલકને કાળ આંબી ગયો

મોરબીના લાલપર નજીક ટ્રક ટેલરની ઠોકરે બાઈકચાલકને કાળ આંબી ગયો

મોરબી તાલુકામા વધુ એક અકસ્માતમાં યુવાનને કાળ આંબી ગયો હતો જેમાં લાલપર ગામ નજીક આવેલ શ્રીજી સીરામીક સામે ટ્રક ટેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતની આ ગોઝારી ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શ્રીજી સીરામીક નજીક ટ્રક ટેલર રજી નંબર GJ-36-T-7611 ના ચાલકે આડેધડ રોંગ સાઇડમાં પુતાનું વાહન વાયુ વેગે ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા મોટરસાયકલ એચ.એફ.ડીલક્સ રજી નંબર GJ-36-AD-6503ને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલક દેવેશસિંહ ઉર્ફે વિશાલને જમીન પર પટકાયા હતાં. જે ઇજા જીવલેણ નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ આરોપી ટ્રક ટેલર ચાલક પોતાનું વાહન લઈ નાશી છૂટતા મૃતકના સંબંધી સોનુભાઇ લક્ષ્મીરામ રાઠોર (ઉ.વ.૩૧ રહે.હાલ-સોલો સિરામીક કારખાનાની ઓરડીમાં, પ્રિયા સિરામીકની ઓરડીમાં મૂળ જી.ઓરૈયા)એ મોરબી તાલુકા પોલીસ મથકમા જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!