પાટીદાર સમાજના લાખો યુવાનોના આદર્શ, પ્રેરણાસ્ત્રોત એવા આંદોલનકારી અલ્પેશ કથીરીયાનું આવતીકાલે મોરબીના આંગણે આગમન થશે. આ તકે પાસ દ્વારા ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાસ અગ્રણી અલ્પેશ કથીરિયા આવતીકાલે તા. ૧૭/૧૦/ના રોજ રોજ સાંજે ૮ વાગ્યે મોરબીના સરદાર નગર વિભાગ ૦૧ અક્ષર એપાર્ટમેન્ટ, દલવાડી સર્કલ કન્યા છાત્રાલય રોડ મોરબી ખાતે હાજરી આપશે. જેમાં યુવાનો, વડીલો સાથે ગેટ ટુ ગેધર યોજી 31 ડિસેમ્બર પહેલા પાસ આંદોલનકારીઓ પર થયેલા કેસ પાછા ખેંચવા અને આંદોલન દરમિયાન શહીદ થયેલ 14 પાટીદાર યુવાનોના પરિવારજનોને નોકરી આપવા સહિતના અલ્ટીમેટમ અંગે આગળની નીતિની ચર્ચા કરશે. વધુમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી એ કેસ પાછા ખેંચવાનું અને શહીદ થયેલના પરિવારને અર્ધ સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપેલ હતું એ માંગણી હજી સુધી પુરી થયેલ નથી. માંગણી સ્વીકારવામાં ન આવતા અલ્પેશ કાથિરીયા મોરબી આવી રહ્યા હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.