આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડ્રોન ટેકનોલૉજી અને 3D પ્રિન્ટરના વર્કશોપનું આયોજન કરાયું
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી
ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્યભટ્ટ” લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોરબી જીલ્લા મુકામે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડ્રોન ટેકનોલૉજી અને 3D પ્રિન્ટરનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે ડ્રોન ઉડાવી આનંદિત થયા હતા તેમજ 3D પ્રિન્ટર ટેકનોલૉજીનો પણ ઉત્સાહ પૂર્વક લાભ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રોન દિવસની ઉજવણી થકી ભારત દેશમાં વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત દેશ સમૃદ્ધ રાષ્ટ્ર તરફ આગળ વધે તેવા હેતુથી વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર અને પ્રસારનું કાર્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લાના કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આઈ.ટી.આઈ. ના આચાર્ય શ્રી હળવડીયા સાહેબ દ્વારા અને સાથી સ્ટાફ મિત્રો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેવી માહિતી “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી એલ એમ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.