મોરબી જિલ્લા પંચાયતની આજે સામન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના કામો તેમજ લંપી વાયરસ મુદ્દે ચર્ચાઓ થઇ હતી.
જેમાં મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને મોરબીના ભામાશા તરીકે જાણીતા રાષ્ટ્ભક્ત અજયભાઈ લોરીયા દ્વારા પોતાની સંપત્તિ માંથી લંપી વાયરસ માં મૃત્યુ પામેલ પશુઓના માલિકોને પશુ દીઠ રૂપિયા ૧૦૦૦ ની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ સહાય ચૂકવવા માટે મોરબી જિલ્લામાં જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે તેના પશુપાલકોની યાદી વિપક્ષના સદસ્યો બનાવવા માટે જણાવ્યું હતું.