જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે માટે આજરોજ મોરબીના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની અને એડવોકેટ દવે તેમજ અન્ય સરકારી વકીલ, જુનિયર વકીલ અને લો સ્ટુડન્ટ દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી. અને બંદીવાન ભાઈઓ તેમજ બહેનોને કાયદાકીય સલાહ અને સૂચન આપવામાં આવ્યા હતા. જેમાં તેમની સાથે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી. એમ. ચાવડા હાજર રહી જેલ વિસેની માહિતી આપેલ હતી.