Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના સાદુળકા ગામે પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં ચોરીના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓ...

મોરબીના સાદુળકા ગામે પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં ચોરીના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અનડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા- કરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરીના ત્રણ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હામાં અગાઉ ૦૫ આરોપીઓને અટક કરવામાં આવેલ હોય તેમની પુછપરછ માં નામ ખુલેલ અન્ય ૦૪ આરોપીઓ નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટીમને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ચોરીના ગુનામાં પકડવાના બાકી આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ (રહે. કૈલાશનગર, ગળપાદર, કચ્છ), શરદભાઇ ભરતભાઇ સુરાણી (૨હે. અંજાર, નગરપાલિકા સામે, કોળીવાસ તા.અંજાર, કચ્છ) તથા કિશનભાઇ રાજુભાઇ મકવાણા (રહે. રોટરીનગર, કોર્ટની પાછળ, તોરા ઉપર, તા અંજાર, જી કચ્છ) મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં, ભરતફાર્મ પાસે હાજર છે. જેમાં એક ઇસમે કાળું ટી-શર્ટ તથા બે આરોપીઓએ ચેકસવાળા શર્ટ પહેરેલ છે. જે ખાનગી હકીકતના આઘારે તુરત જ પોલીસ કર્મીઓએ બાતમીના સ્થળ પર જઇ મજકુર ઇસમોને પકડી પાડી સઘન પુછપરછ કરતા મજકૂર ઇસમોએ ગુન્હાની કબુલાત આપતા ત્રણ ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!