આ કામના ફરિયાદી નો દીકરો પોતાને કોર્ટમાં મુદત હોય જે બાબતે વાત કરતો હોય ત્યારે આ કામના ફરિયાદીઓને સારું ન લાગતા ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામે રહેતા રણછોડભાઈ કુંવરજી ભાઈ ઝાપડા એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.31 ના રોજ સાંજના રતેક વાગ્યે તેઓ પોતાના ઘરે કોર્ટની મુદ્દત બાબતે ગોપાલભાઈ સાથે વાત કરતા હતા તે દરમિયાન આરોપીઓ રાજુભાઈ રણછોડભાઈ ઝાપડા, ગણેશભાઈ રણછોડભાઈ ઝાપડા,રામાપીર રણછોડભાઈ ઝાપડા,ફૈઝલ ભાઈ સમીરભાઈ માજોડા વાળા ને સારું ન લાગતા ફરીયાદી પર તૂટી પડ્યા હતા અને મુંઢમાર માર્યો હતો તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી ભુંડા બોલી ગાળો આપી હતી.જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.