મોરબી-રના કાંતીનગર વિસ્તારમાં ખેરૂનબેનને કેમ ચડામણી કરે છે તેમ કહીને બે મહિલા, એક બાળ કિશોર સહિત ચાર શખ્સોએ પરિણીતાને માર માંર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર શહેર કાંતીનગરમાં જુબેદા મસ્જીદની પાછળ રહેતા શકીનાબેન હનીફભાઇ ભરેર (ઉવ-૩૦) નામના પરિણીતા સાથે ખેરૂનબેનને કેમ ચડામણી કરે છે તેમ કહીને આરોપી મહિલા મુમતાઝબેન સિદીકભાઇએ માથાકૂટ કરી હતી. આ ઉપરાંત મુમતાઝબેન સિદીકભાઇ અને મહેરૂનબેન હનીફભાઇએ બે કટકે ગાળો ભાંડી માર માર્યો હતો.વધુમાં અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખે લાકડી વડે હુમલો કર્યાની શકીનાબેને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં એક તરુણની સંડોવાણી ખુલતા તેને સમજાવી રવાના કર્યો હતો.