પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકરાણીવાસમાં આવેલ નાની મસ્જીદ નજીક રહેતા અને ભંગારના ડેલામાં નોકરી કરતા હુસેનભાઈ ઓસમાણભાઈ મકરાણી (ઉ.૩૨) ને આરોપી ઈરફાન નસીમનો છોકરો (રહે-કાલિકા પ્લોટ) , તોફ્લો ઉર્ફે દેવો રફીકભાઈ (રહે-મકરાણીવાસ નદીના કાંઠે) , એજાજ ઉર્ફે એજલો આમદભાઈ ચાનીયા (રહે-કાલિકા પ્લોટ) , રવિ ઉર્ફે બુચુયો (રહે-વજેપર ઝાપા પાસે મોરબી) અને સાહિલ ઉર્ફે સાવો રહેમાનભાઈ ચાનીયા (રહે-કાલિકા પ્લોટ મોરબી) વાળાએ દાઉદ સાથે કામ નહિ કરવાનું જણાવેલ હતું તેમ છતાં ફરિયાદી હુસેનભાઈ દાઉદ સાથે કામ કરતો હોય જે આરોપીઓને સારું નહિ લાગતા આરોપી ઈરફાન, તોફ્લો અને એજાજએ છરી-ધોકા વડે તથા આરોપી રવિ અને સાહિલે તોલા (વજ્નીયા) ના ઘા કરી માર મારી ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે