વાંકાનેર તાલુકાના મહીકા ગામે ટ્રેકટર અને ટ્રોલી ઘરથી દૂર પાર્ક કરવાનું કહેતા ત્રિપુટીએ માતા-પિતા અને પુત્ર સહિતનાઓ પર હુમલો કરી જાનથી પતાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર મહીકા ગામે રહેતા ફારૂકઅલી અયુબભાઇ બાદીના ઘર નજીક હામીદભાઈ માહમદભાઈ બાદીએ પોતાના ટ્રેકટર અને ટ્રોલી પાર્ક કરતા હતા. તે દરમીયાન ફારૂકઅલી અયુબભાઇ બાદીના માતા અમીનાબેને ઘર ની નજીક ટ્રેક્ટર અને ટ્રોલી પાર્ક કરવાની મનાઈ કરી હતી. જે બાબત પસંદ ન પડતા હામીદભાઈ માહમદભાઈ બાદીએ ઉશ્કેરાઈ જઇ અમીનાબેન પર લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો.વધુમાં અમીનાબેનના પતિ અયુબભાઇ તેમજ પુત્ર ફારૂકઅલી વચ્ચે પડયા હતા.આ દરમિયાન આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદીએ તમામને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને ફારૂકઅલી અયુબભાઇ બાદીએ
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.