હળવદમા ગૌવંશ પર હુમલાના બનાવો વધતા જાય છે ત્યારે કોઈ નરાધમે એક સાથે સાત ગૌવંશ પર હુમલો કર્યાનો બનાવ માથક ગામે સામે આવતા ગૌપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો
રાત્રીના સમયે અંધારામા કોઈ અજાણ્યા શખ્સોએ આ બનાવને અંજામ આપ્યો હતો. સવારના સમયે માથક ગામના પાદરમા લોહીલોહાણ હાલતમા મુંગા પશુને જોતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે હુમલો કરનાર નરાધમોને તાત્કાલિક પકડી પાડી કાર્યવાહી કરવા સરપંચ વાઘજીભાઇ સહિત ગામ લોકોની માંગ છે.