હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મોડર્ન સ્કૂલ પાછળની માઈનોર કેનાલમાંથી આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.૦૮/૦૯/૨૦૨૬ના બપોરે કોઈ સમયે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મોડર્ન સ્કૂલ પાછળ આવેલી માઈનોર કેનાલના પાણીમાં અજાણ્યો પુરૂષ ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષ હોવાનું સામે આવ્યું છે. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે મૃતકની ઓળખ સહિતની તપાસ શરૂ કરી છે.






