Friday, April 26, 2024
HomeGujaratમોરબીનાં લાતીપ્લોટમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો

મોરબીનાં લાતીપ્લોટમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર છરી વડે હુમલો

અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી મોરબીના નવા બસ સ્ટેશન નજીક એક યુવકને છરી ઝીંકી દેતા ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડાયા બાદ મોરબી એ.ડીવી. પો. સ્ટે.માં ફરિયાદ નોંધી હુમલાખોરને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 3માં રહેતા આફ્રિદીન જુસબભાઈ કટિયા(ઉ.વ.૨૨)એ મચ્છીપીઠમાં આઝાદ ગોલાવાળી શેરીમાં રહેતા મુસા જુસબભાઈ કટિયા વિરુદ્ધ એ.ડીવી. પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીને બેઠકના ભાગે છરી મારી ઇજાગ્રસ્ત કર્યો છે. સામાં પક્ષે ઇકબાલ જુસબભાઈ કટિયાએ સલીમ જુસબ કટિયા વિરુદ્ધ વાંસાના ભાગે છરી મારી ઇજા કર્યાની ફરિયાદ એ ડીવીઝન પો.સ્ટે.માં નોંધાવતા પી.એસ.આઈ. વી.આર. શુક્લએ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!