Friday, March 29, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ પર યુવાન ઉપર ધોકા-છરી વડે હુમલો, આઠ ઈસમો વિરુદ્ધ...

મોરબીના પંચાસર રોડ પર યુવાન ઉપર ધોકા-છરી વડે હુમલો, આઠ ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશભાઇ મોતીભાઈ નકુમ (ઉં.વ.૨૨) નામના યુવાને આરોપીઓ તુલસીભાઈ હસમુખભાઈ સંખેશરિયા અને તેના ભાઈ અભય હસમુખભાઈ સંખેશરિયા તેમજ ૬ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગતરાત્રે ફરિયાદી યુવાનને કોઈ બાબતે એક આરોપી સાથે ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ૮ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!