ગોદાવરીબેન દેથરીયાએ સંસ્કારધામ રસીકરણ સેન્ટર ખાતે પ્રથમ ડોઝ લીધો
કોવિડ-૧૯ વેકસીનેશનની ફ્રેઝ-૩ માં ૪૫ થી ૫૯ વયના ગંભીર બિમારી ધરાવતા અને ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લાભાર્થીઓને રસીકરણની કામગીરી રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સંસ્કારધામ રસીકરણ કેન્દ્ર ખાતે ૮૬ વર્ષના ગોદાવરીબેન વનુભાઇ દેથરીયાએ પ્રથમ ચરણનું રસીકરણ કરાવ્યું હતું.
મોરબીના સ્થાનિક રહીશ ગોદાવરીબેન દેથરીયા ૮૬ વર્ષની વયે પણ મક્કમ મનોબળ સાથે રસીકરણની પ્રક્રિયા અનુસાર કોરોના અંગેની રસી મુકાવી જનજાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો. તેઓના મત અનુસાર કોરોના વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી. કોરોનાથી સુરક્ષિત રહેવું હોઇ તો વેકસીન અવશ્ય લેવી જાઇએ. તેમણે લોકોને વધુમાં વધુ વેકસીન મૂકાવી પોતાના પરિવારને કોરાનામુકત રાખે તેવો અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૨૫૩૪૮ જેટલી વ્યકિતઓને રસી આપવામાં આવી છે.