Wednesday, September 30, 2026
HomeGujaratમોરબીના નીચી માંડલમાં પાનની દુકાને નાસ્તો લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ...

મોરબીના નીચી માંડલમાં પાનની દુકાને નાસ્તો લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ માર મારવાનો પ્રયાસ

દુકાન માલિક બે સગા ભાઈઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઉંચી માંડલ અને નીચી માંડલ ગામ વચ્ચે આવ રાધે પાન નામની દુકાને નાસ્તો લેવા ગયેલા યુવક સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ દુકાન માલિક બે સગા ભાઈઓએ જાતિ ઓરટીએ હડધૂત કરી ગાળો આપી માર મારવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે બન્ને દુકાન-માલિકો સામે એટ્રોસિટી સહિતની કલંક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે શિવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી રાધે પાનની દુકાને ગત તા.૨૮ સપ્ટેમ્બરની રાત્રે હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા ઉવ.૨૮ રહે. સેનીસ્ટો સિરામિકની લેબર કોલોની નીચી માંડલ મૂળ રહે. રહે.સુરઈ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા તથા તેમની સાથે કામ કરતા અનિલભાઈ નાસ્તો લેવા ગયા હતા. નાસ્તાના રૂ.૬૫ ચૂકવવા અનિલભાઈ ઓનલાઈન પેમેન્ટ કરતા હતા ત્યારે દુકાનના જીતુભાઈ પટેલે અન્ય એક આવેલ વ્યક્તિ અંગે વારંવાર પૂછતાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જીતુભાઈએ ગાળો આપી હિતેશભાઈને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જીતુભાઈના ભાઈ વિપુલભાઈ પટેલ પણ ત્યાં આવી ગયા હતા. વાતાવરણ ઉગ્ર બનતાં ફરિયાદી હિતેશભાઈના શેઠે હિતેશભાઈને પોતાની કારમાં બેસાડી દીધા હતા. જે બાદ વિપુલભાઈએ કાર પાસે આવી ફરિયાદીને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ત્યારે બનાવ મામલે હિતેશભાઈ છાસીયાએ આરોપી જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ બંને રહે. રાધે પાન શિવ પેટ્રોલ પંપની બાજુમાં નીચી માંડલની સીમ મોરબી વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નીંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!