માળીયાના મોટાદહીંસરા ગામ નજીક જેટકો સબ સ્ટેશન ખાતે કામ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ૪૦ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
માળીયા(મી)ના મોટાદહીંસરા ગામ નજીક જેટકો સબ સ્ટેશન ખાતે કામ કરતા સુરેશભાઈ બલુભાઈ નાયક ઉવ.૪૦ રહે. હાલ બરવાળા ગામ પ્લોટ વિસ્તાર તા.જી.મોરબી મૂળ ખાંડણીયા ગામ તા.દેવગઢ બારીયા જી.દાહોદને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઘટના અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






