રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં ૧૮ થી ૪૪ વર્ષ ની વય જૂથ ધરાવતા લોકો ને આજથી જીલ્લાનાં કુલ ૧૫ સેન્ટરો ઉપર વેકસીન આપવાની શરૂઆત થઇ ચુકી છે.જેમાં મોરબી તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા , પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.), સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક) તો ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ તેમજ માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર , પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર અને હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માથક આ તમામ કેન્દ્રો પર ૨૦૦ ડોઝ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે અને સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો વેક્સીનેશન માટે પહોંચ્યા છે અને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો વેક્સીનના રજીસ્ટ્રેશન માટે પણ કોઈ તફલીફ ન પડી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. મોરબીના સંસ્કાર બ્લડ બેંક ખાતે પણ સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો વેક્સીન માટે પહોચ્યા હતા અને સેન્ટર દ્વારા પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ યુવાનો ઉત્સાહ પૂર્વક વેક્સીન મુકાવી રહ્યા છે અને અન્ય લોકો પણ વેક્સીન લે તેવી અપીલ કરી રહ્યા છે.