Thursday, October 1, 2026
HomeGujaratમોરબીમાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી ૧...

મોરબીમાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી ૧ તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો

જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દરોડા પાડી સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરાયા: હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો માટે યોજાયો જાગૃતિ કાર્યક્રમ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં બાળમજૂરીની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા લાલાભાઈ બ્રેડવાળા, બસ સ્ટેશન સહિત મોરબી જીલ્લાના ૦૨ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કાયદેસરની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧ તરૂણ શ્રમિકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો તેમજ નિયમભંગ કરનાર સંબંધિત સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી જીલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો માટે બાળમજૂરી પ્રથા નાબૂદી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ સંચાલકોને બાળમજૂરી અંગેના કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી પોતાની સંસ્થાઓ કે વ્યવસાયિક એકમોમાં બાળકો કે તરૂણ શ્રમિકોને કામે ન રાખવા માટે કડક અપીલ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!