Thursday, October 1, 2026
HomeGujaratમોરબીમાં આગામી ૦૧ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’નું આયોજન

મોરબીમાં આગામી ૦૧ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’નું આયોજન

૫૫ સ્ટોલ સાથે રાજ્યના ૩૩ જીલ્લાના સ્વ-સહાય જૂથોની બહેનો હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સશક્તિકરણ અને આજીવિકા પ્રોત્સાહન માટે મોરબી ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૦ દિવસીય ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલની બાજુમાં, શિવ હૉલ સામેના રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ૧૦/૧૦/૨૦૨૬ સુધી આ મેળો યોજાશે. આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જીલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો અને સ્વ-સહાય જૂથો ભાગ લેશે. જેમાં હસ્તકલા, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, વણાટકામની વસ્તુઓ, ઝુલા, સાડી, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં જેવી પ્રોડક્ટ્સના ૫૦ સ્ટોલ તથા ખાણીપીણીના ૫ સ્ટોલ મારફતે બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું સીધું જ વેચાણ કરવામાં આવશે.

સખી બહેનોના કૌશલ્યને પ્રોત્સાહિત કરવા અને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા પૂરી પાડવાના હેતુથી યોજાયેલા આ મેળાની મુલાકાત લઈ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પૂરૂં પાડવા મોરબીના નાગરિકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!