મોરબી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોરબી તાલુકાના ત્રાજપર ગામેથી તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે ગ્રામ્ય કક્ષાનાં શૌચાલયોને શણગારી શૌચાલય ઉપયોગ માટે લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન રાજ્યના તમામ જિલ્લામાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” યોજાઈ રહી છે. ત્યારે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોરબી તાલુકાના ત્રાજપર ગામેથી તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રથ યાત્રાનો શુભ આરંભ થયો હતો. જે અંતર્ગત ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં રથમાં દર્શાવતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાનાં શૌચાલયોને શણગારી શૌચાલય ઉપયોગ માટે અલગ અલગ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી ગામડાના છેવાડાના લોકોને લાભ મળે તેમજ શૌચાલય ઉપયોગ કરે સ્વચ્છતા જાળવે તેવા ઉદેશ્યથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.