Sunday, May 5, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનોની બદલીનો ઘાણવો કઢાયો

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનોની બદલીનો ઘાણવો કઢાયો

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે જેને લઈને જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્વારા જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની બદલીનો ગંજીફો ચાંપી મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા કિરીટભાઈ ધનશ્યામભાઈ જાદવને હળવદ પોલીસ મથક, પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ) રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને હળવદ પોલીસ મથક, મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા નેહલબેન જીવનસંગ ખડિયાને પોલીસ હેડ કવાર્ટર (નેત્રમ ઇન્ચાર્જ), પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા જયદેવસિંહ ખોડુભા ઝાલાને મોરબી તાલુકા પોલીસ મથકમા બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત ટંકારા પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઈ પરબતભાઈ ચાવડાને મોરબી બી ડીવીઝન ખાતે અને વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા ધુર્વરાજસિંહ રધુવીરસિંહ ઝાલાને મોરબી એ ડીવીઝન અને મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા બીપીનભાઈ અમરશીભાઈ શેરસીયાને ટંકારા ખાતે બદલી કરવામાં આવી છે.

તેમજ મોરબી બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પ્રફુલભાઈ જેઠાભાઈ પરમારની વાંકાનેર પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી હતી. જે બદલી હુકમને રદ કરી મોરબી બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરજ ચાલુ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને બદલી પોલસી આલમમાં ચર્ચાનો વિષય બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!