મોરબી સીટી એ ડીવિઝન પોલીસે સાત ચોરાઉ બાઈક તથા એક સી.એન.જી.રીક્ષા સહિત કુલ રૂ .૩,૪૮૦૦૦ સાથે રીઢા ચોરને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના રવાપર ગામ તરફથી ધુનડા તરફ ચોરાઉ સી.એન.જી રીક્ષા સાથે એક ઇસમ આવતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી રવાપર ધુનડા રોડ વૈદીહી ફાર્મ સામે શંકાસ્પદ હાલતમાં રીક્ષા સાથે ચાલક બાદશાહ ઉર્ફે ભુરો રમજાનભાઈ મહમદભાઈ શામદાર (ઉ.વ.૨૨ રહે. હાલ કાલીકા પ્લોટ શેરી નં .૨ મોરબી મૂળ હળવદ) પકડાયો હતો જેથી પોલીસે સી.એન.જી રીક્ષા નં . GJ – 36-0-3735ના કાગળો માંગતા કાગળો બાબતે ગેંગેફેંફે કરવા લાગ્યો હતો જેથી તપાસ હાથ ધરતા રીક્ષા ચોરાઉ હોવાનું ખુલ્યું હતું જેથી
આરોપીએ રીક્ષા ઉપરાંત મોરબી, હળવદ, ધ્રોલ સાત મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપી હતી.જેને પગલે પોલીસે સી.એન.જી રીક્ષા -૧ તથા મોટરસાયકલ -૭ મળી કુલ મુદામાલ રૂ .૩,૪૮૦૦૦ ના મુદામાલ સાથે આરોપી બાદશાહ ઉર્ફે ભુરો રમજાનભાઈ મહમદભાઈ શામદાર ને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.