મોરબીના ચકચારી રાણીબા ઉર્ફે પટેલ કેસમાં ફરિયાદીને માર મારી મોઢામાં ચંપલ લેવડાવી જ્ઞાતિ પ્રત્યે અડધુત કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.જે ઘટનામાં એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી રાણીબા સહિતના લોકો સામે ગુન્હો દાખલ કર્યો હતો. જે બનાવમાં ડી.ડી.રબારીએ રેગ્યુલર જામીન માટે અરજી કરતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
મોરબીમાં ચકચારી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા અન્ય ઇસમો દ્વારા 22/11/23 ના રોજ ફરિયાદી તથા તેના મોટા ભાઈ અને ભાવેશભાઈ મકવાણા ત્રણેય પગાર લેવા બાબતે રાણીબા પાસે ઓફિસે પૈસા લેવા જતાકાળા કલરની ગાડી માંથી ડી. ડી. રબારીએ ઉતરીને ભાવેશભાઈ ને ફડાકો મારી દીધેલ તેમજ થોડીવારમાં રાજ પટેલ ફરીયાદી પાસેથી આવીને વાળ ખેંચી ફડાકો મારી દીધેલ તેમજ બીજા પાંચ વ્યક્તિઓએ અગાસી પર લઈ જઈ બેલ્ટ વડે આડેધડ માર મારી ફરિયાદીને જ્ઞાતિ વડે અડધૂત કર્યો હતો. તેમજ ખંડણી ઉઘરાવી માફી માંગતો વિડિયો બનાવેલ તેમજ વિભૂતિ પટેલે ઉર્ફે રાણીબા એ ફરિયાદીને મોઢામાં ચપ્પલ લેવડાવ્યા હતા જેને લઇને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો. જેને લઇને પોલીસે વિભૂતિ પટેલ,ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ડી.ડી.રબારીએ સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કોર્ટે બચાવ પક્ષની રજૂઆતો નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ અને પોલીસના કાગળો તપાસી કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને રાખી અરજદાર ડી.ડી.રબારી ને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા તથા મોરબીના ધારાશાસ્ત્રી જીતુભા જાડેજા તથા ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મિલન જોશી, દીપ વ્યાસ,રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર એડવોકેટ રોકાયા હતાં.