Tuesday, January 7, 2025
HomeGujaratબજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ગુજરાતનું નામ રોશન કરનાર મંગળપુર ગામના ૭ રમતવીરોનું...

બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ગુજરાતનું નામ રોશન કરનાર મંગળપુર ગામના ૭ રમતવીરોનું સન્માન કરાયું

હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામના સાત રમતવીરોએ તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા રમતગમત સ્પર્ધા-2021 માં ભાગ લીધો હતો જેમાં છ યુવાઓએ કુસ્તી સ્પર્ધામાં અને એક યુવાને ત્રણ હજાર મીટર રનિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ભાગ લીધો હતો તે સર્વે યુવાનો એ વિવિધ મેડલ હાંસલ કરી અને હળવદ તાલુકાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું જેમાં ગેલાભાઈ ગોલતર , ગોપલભાઈ છાપરા , કુડેચા અલ્પાબેન અને કુડેચા સાગરભાઈએ ગોલ્ડ મેડલ હાંસલ કરેલ જ્યારે વિક્રમભાઈ ગોલતર અને મેહુલભાઈ આલએ સિલ્વર મેડલ હાંસલ કરેલ અને હિતેશભાઈ કુડેચાએ બોઝ મેડલ હાંસલ કરેલ ત્યારે સર્વે તેજસ્વી રમતવીર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ તમામને નિઃશુલ્ક રીતે માર્ગદર્શન પૂરું પાડતા કોચ બીજલભાઈ કુડેચાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે નાના એવા મંગળપુરના યુવાનોએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરતા બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ રમતવીરોનું મંગળપુર ગામ મધ્યે આવેલ રામજી મંદિર ખાતે સન્માન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં હળવદ તાલુકાનું સમગ્ર દેશમાં નામ રોશન કરનાર રમતવીરોનું બજરંગદળનો ખેસ અને સ્પોર્ટ્સ ટ્રેક – ત્રિશુલ અને સાલ ઓઢાળી અને માનભેર સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ માં કર્ણાવતી ક્ષેત્રના ઉપાધ્યક્ષ ક્રિષ્ના અગ્રવાલ , બજરંગદળના ગુજરાત ક્ષેત્રના સંયોજક ભાવેશભાઈ ઠકકર , વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અનિલભાઈ રાવલ , જિલ્લા સેવા પ્રમુખ બટુકભાઈ અઢિયા , પ્રખંડ અધ્યક્ષ ઈશ્વરભાઈ દલવાડી , રશ્મિનભાઈ દેથરીયા , રણછોડભાઈ દલવાડી , બળદેવભાઈ , લલિતભાઈ , વિજયભાઈ , તપનભાઈ સહિત અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને હળવદ તાલુકાનુ નામ રોશન કરનાર તેજસ્વી રમતવીરોનું સન્માન કરી ભવિષ્યમાં નેપાળમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ તકે મંગળપુર ગામ સમસ્ત હાજર રહી અને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!