Sunday, January 12, 2025
HomeGujaratમોરબીની નીલકંઠ વિદ્યાલય દ્વારા બાલ મેળો – ૨૦૨૩નું આયોજન

મોરબીની નીલકંઠ વિદ્યાલય દ્વારા બાલ મેળો – ૨૦૨૩નું આયોજન

મોરબીમાં બાળકોમાં રહેલ વિશિષ્ટ પ્રતિભાઓને ઉજાગર કરવાના હેતુસર મોરબીની શ્રી નીલકંઠ વિદ્યાલય દ્વારા પીપળીયા ચાર રસ્તા, જામનગર રોડ ખાતે બાલ મેળો – ૨૦૨૩નું આગામી તા.૨૦/૨૧-૦૧-૨૦૨૩ના રોજ આયોજન કરાવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સંચાલકોના જણાવ્યા અનુસાર, મોરબીના પીપળીયા ચાર રસ્તા, જામનગર રોડ ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય દર વર્ષે વિવિધ ઉત્સવની ઉજવણી વિશિષ્ટ રીતે કરે છે, આ વખતે પણ શાળામાં બધા વિદ્યાર્થીઓ અને વાલીઓની સંગે મજેદાર ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. શ્રી નીલકંઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવનવા કૃતિ રજુ કરવાના છે. આગામી તા.૨૦-૦૧-૨૦૨૩ તથા ૨૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૪:૦૦ સુધી શ્રી નીલકંઠ વિદ્યાલય, પીપળીયા ચાર રસ્તા ખાતે બાલ મેળો યોજાનાર છે. જેમાં બાળકોને વધારે પ્રોત્સાહિત કરવા વાલીગણ બાલ મેળો-૨૦૨૩ માં પધારે એવું શાળા પરિવાર તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!