Friday, April 19, 2024
HomeGujaratટંકારાના હમીરપર નજીક રોડ રોલર સાથે અથડાતા બાઈક સવારનું કમકમટીભર્યુ મોત

ટંકારાના હમીરપર નજીક રોડ રોલર સાથે અથડાતા બાઈક સવારનું કમકમટીભર્યુ મોત

મોરબીમાં અકસ્મતોના બનાવો એક બાદ એક વધતા જઈ રહ્યા છે. જેને પગલે તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારાના હમીરપર ગામ ખાતેથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે જતો બાઈક સવાર આગળ જતા રોલર સાથે અથડાતા બાઈક સવાર યુવકનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૬/૦૧/૨૦૨૩ ના રોજ ભદુભાઇ રાજેલીયાભાઇ બંડેડીયા નામનો શખ્સ પોતાનું MP-46 MH 0586 નંબરનું હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાઇકલ લઈ હમીરપર ગામ પાસે આવેલ મીતાણાથી નેકનામ જતા ગ્રામીણ માર્ગ પર રેકસવેલ કારખાનાની પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે રોડ પર આગળ જતા અશગરહુશેન ઉસ્માનમીયા અંસારી નામના અનવરભાઇ ભુરાભાઇ ભટી(સંધી) ના મકાન મા માળીયા ફાટક પાસે રહેતા ફરિયાદીના જી.જે-૧૬ બી.એસ ૨૪૧૦ નંબરના રોલર (સોઇલ ક્મ્પેકટર WO ડ્રમ ડ્રાઇવ)ની પાછળ ભટકાડી દેતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!