Monday, January 27, 2025
HomeNewsBirthdayબનાસકાંઠા એસપી અક્ષ્યરાજ મકવાણા નો આજે જન્મદિવસ: જાણો સંઘર્ષની કહાની.

બનાસકાંઠા એસપી અક્ષ્યરાજ મકવાણા નો આજે જન્મદિવસ: જાણો સંઘર્ષની કહાની.

બનાસકાંઠા જીલ્લાના હાલ એસપી તરીકે ફરજ બજાવી રહેલા અક્ષયરાજ મકવાણા નો આજે જન્મદિવસ છે ત્યારે હોનહાર IPS અક્ષયરાજ મકવાણાની જન્મદિવસ ની સાથે સાથે આજે તેઓની લગ્નની વર્ષગાંઠ પણ છે.IPS અક્ષયરાજ મકવાણાએ વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓને જમાડી તેમની સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

બનાસકાંઠા જીલ્લામા હાલ એસપી તરીકે ફરજ બજાવી રહેલા અક્ષયરાજ મકવાણા મોરબી માં ટંકારા ખાતે પ્રોબેશનલ IPS તરીકે બાદમાં ASP તરીકે ફરજ બજાવી ચૂકેલા છે આ બાદ તેઓને પ્રોબેશનલ પીરીયડ પૂર્ણ થતાં અમદાવાદ ઝોન 05 ટ્રાફિક ડીસીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી જે બાદ પાટણ જીલ્લામાં એસપી તરીકે અને હાલ બનાસકાંઠા એસપી તરીકે અક્ષયરાજ મકવાણા પોતાની જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી રહ્યા છે ત્યારે આજે તેઓના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો અને મિત્રવર્તુળોમાંથી તેઓ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.તેઓને વૃધ્ધાશ્રમ અને અનાથ આશ્રમની બાળાઓ સાથે પ્રેરક ઉજવણી કરવી અત્યંત ગમતું હતું

અક્ષયરાજ મકવાણા છે યુવાનો માટે સંઘર્ષ ની કહાની
IPS અક્ષયરાજ મકવાણા આજના યુવાનનો માટે પ્રેરણા રૂપ છે. આઈપીએસ અક્ષયરાજ મકવાણા ના પિતા ભીમજીભાઈ મંગાભાઈ મકવાણા એક નિવૃત બેન્ક કર્મચારી છે. જ્યારે માતૃશ્રી કમલાબહેન ગૃહીણી છે અને બે બહેનો મા વચ્ચેના એક લાડકા ભાઈ અક્ષયરાજ છે. તેઓએ પોતાના જીવન ના શિક્ષણ ની શરૂઆત રાજકોટ ખાતેની સેન્ટ મેરી સ્કુલ થી કરી હતી ભણવામા અત્યંત તજજ્ઞ અને સ્વભાવ મા અત્યંત પ્રભાવશાળી કોમળ તેમજ સ્પષ્ટ વક્તા એવા અક્ષયરાજ જોત જોતા મા સાયન્સ પ્રવાહમા સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સીટી મા ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ તેમજ એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમા માસ્ટર ડીગ્રી સાથે પાવર સીસ્ટમ માં એન્જીનીયરીંગ પુર્ણ કર્યુ હતુ.

બંન્ને ડીગ્રીઓમાં સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા બાદ તેના મુળ વતન રાજકોટ માં જ ગવર્મેન્ટ પોલીટેકનીક કૉલેજ મા લેકચરર તરીકે પ્રશંશનીય નોકરી કરતાની સાથે વૃધ્ધો, અનાથ બાળકોને પણ તેઓ સમય આપી અને જરૂરીયાતો પુરી પાડી માનવતા મહેકાવતા હતા આ બાદ તેઓએ પોતાના લક્ષ્ય તરફ મીટ માંડી હતી અને સીવીલ સર્વીસ ની પરિક્ષા વર્ષ ૨૦૧૩મા પાસ કરી આઈપીએસ તરીકે પસંદગી પામ્યા હતા. બાદમા તેઓની ટ્રેનીંગ પુરી થતા 22 ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રથમ ગુજરાતના ગોધરા ખાતે પ્રોબેશનલ આઈપીએસ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યુ હતુ બાદમાં મોરબી, દીયોદર, રાજપીપળા ને સારી કામગીરી ને ધ્યાને લઈ ફરી વખત મોરબીમાં એએસપી તરીકે મુક્યા છે જેમા દીયોદર મા એએસપી દરમ્યાન ની તેમની કામગીરી પણ કાબીલેદાદ હતી.
ઉલ્લેખનીય છે કે IPS અક્ષય રાજ મકવાણા એ પાટણ એસપી ના કાર્યકાળ દરમ્યાન કોરોના કાળમાં ખૂબ સુંદર કામગીરી કરી હતી જેમાં લોકો અને કોરોનામા મૃત્યું પામેલા પોલીસ કર્મચારીઓને આર્થિક મદદ પણ કરી માનવતા મહેકાવી હતી ત્યારે મોરબી મીરર ટીમ IPS અક્ષય રાજ મકવાણાના જન્મદિવસે તેની સુંદર અને નિરામય આરોગ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!