Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે ગુહાર લગાવતા માતા-પિતા

મોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે ગુહાર લગાવતા માતા-પિતા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા એક 8 વર્ષીય મોહિત નામના બાળકને જન્મજાત બંને આંખોમાં જામર છે. જેને લઈ તેનાં માતા-પિતા દ્વારા અલગ-અલગ શહેરોમાં જઈ તેની સારવાર કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં તેની હૈદરાબાદ ખાતે વધુ સારવાર કરવાની હોય પરંતુ પરિવાર મધ્યમવર્ગી હોવાના કારણે તે બાળક પાછળ થતો ખર્ચ ઝીલવી શકે તેમ ન હોવાના કારણે બાળકના માતા-પિતાએ જાહેર જનતાને તેમની પડખે આવી ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેટલી મદદ કરવા ગુહાર લગાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ વણોલના 8 વર્ષનો પુત્ર મોહિતને જન્મતા જ બન્ને આંખમાં જામર છે. મોહિત દોઢ મહિનાનો હતો. ત્યારથી જ પરિવારના લોકો તેમની સારવાર કરાવી રહ્યા છે. મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં સારા ડોક્ટરને બતાવી ચુક્યા છે. જેમાં અમદાવાદ સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું જે નિષ્ફળ નિવડ્યું હતું. જ્યારે બીજી આંખમાં પ્રેશર આવે છે. 2018થી મોહિતની હૈદરાબાદ એલ.વી.પ્રસાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને ઓપરેશન પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્રણ મહિનાના સમયે સારવાર માટે પરિવારને હૈદરાબાદ જવું પડે છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવા છતાં અત્યાર સુધી બાળક પાછળ 10 લાખનો ખર્ચ કરી ચુક્યા છે. અને હજુ મોહિતની સારવાર લાંબી ચાલવાની હોય તથા ઓપરેશન આવવાનું હોય જેનો અંદાજિત ખર્ચ 2 લાખ જેટલો છે. જેથી મોહિતની આંખો બચાવવા અને મદદ કરવા માતા-પિતાએ હાથ જોડી અપિલ કરી છે. તેમજ મોહિતની મદદ કારવા ઇચ્છૂક લોકો મોહિતના પિતાનાં મો.95102 25511 પર સંપર્ક કરી તથા તેમના Account No.201012947255, Bank Name: Indusind Bank Ltd, Ifsc Code:: INDB0000082, પર પૈસા મોકલી તેમજ UPI ગુગલ પે નંબર.95102 25511 પર થી પણ તેમની મદદ કરી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!