Monday, October 7, 2024
HomeGujaratમોરબી તાલુકાના ખાનપર ગામે ચલણી નોટ બદલવાની ના પાડતા બેંક કર્મચારીને ગાળો...

મોરબી તાલુકાના ખાનપર ગામે ચલણી નોટ બદલવાની ના પાડતા બેંક કર્મચારીને ગાળો આપી ફડાકા ઝીંક્યા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ પંજાબ નેશનલ બેંકમાં ફરજ બજાવતા અને નેસડા(ખાનપર) ગામે રહેતા યોગેન્દ્રભાઈ પ્રદીપભાઈ ચૌહાણ (ઉ.૩૧) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરના સમયે આરોપી પ્રકાશભાઈ ડાંગર (ગજડી વાળા) ચલણી નોટો બદલવા આવેલ ત્યારે ફરીયાદીએ નોટો બદલી આપવાની ના પાડતા આરોપી પ્રકાશભાઈ ડાંગર ઉશ્કેરાઇ જઈને પૈસા કેમ બદલી નથી આપતા તેમ કહી ને ગાળો આપી ઝાપટ મારી હતી તે દરમ્યાન બેન્કના અન્ય કર્મચારીએ ફરિયાદીને છોડાવતા આરોપી પ્રકાશ ડાંગરે ફરિયાદીને માર મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!