Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માટે આઠ મેટ્રિક ટન ઓક્સિજન

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કોરોના દર્દીઓ માટે આઠ મેટ્રિક ટન ઓક્સિજન

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અબુધાબીથી આઠ મેટ્રિક ટન ઓક્સિજન પહોંચાડી કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે મદદ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના ને લઈને ઓક્સિજનની ભારે અછત સર્જાય છે ત્યારે મોરબી ને દરરોજના ૧૭થી ૨૦ ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ આ પ્લાન્ટને ફક્ત બાર મેટ્રિક ટનની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે અબુધાબીની બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મોરબી જિલ્લાના કોરોના ગ્રસ્ત દર્દીઓ કે જેઓને ઓક્સીજનની જરૂરિયાત છે તેના માટે આઠ મેટ્રિક ટન ઓક્સિજન મોરબી ખાતે આજે પહોંચાડવામાં આવ્યો હતો જેને મોરબીના ઓક્સિજન પ્લાન્ટ ખાતે સુરક્ષિત રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે આ ઓક્સિજનને મોરબી કચ્છ રાજકોટ જામનગર સહિતના કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે પણ જોડવામાં આવશે જોકે બીએપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવેલો આ આઠ ટન ઓક્સિજનનો જથ્થો કેટલા દર્દીઓને પૂરો હશે એ કહેવું મુશ્કેલ છે કેમકે રોજના 20 ટન ઓક્સીજનની જરૂરિયાત તો ફક્ત મોરબી જિલ્લાના જ છે ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા પાડવામાં આવેલો આ ઓક્સિજનનો જથ્થો ફક્ત મોરબી એકલા માટે જ અડધો દિવસ ચાલે કેટલો છે તો પછી અન્ય શહેરો અને જિલ્લાઓને આ ઓક્સિજન માંથી કઈ રીતે પૂરો પાડવામાં આવશે એ એક મોટો પ્રશ્ન છે હાલ સ્વામિનારાયણ સંપ્રદાય બી.એ.પી.એસ.ના સંતો દ્વારા આ જ તો મોરબીના વહીવટીતંત્ર ને હસ્તગત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!