Saturday, December 21, 2024
HomeGujaratસુરેન્દ્રનગર પંથકમા મારામારીના ગુન્હામાં છેલા દોઢેક વર્ષથી ફરાર મોરબીનો બાપુડી ઝડપાયો

સુરેન્દ્રનગર પંથકમા મારામારીના ગુન્હામાં છેલા દોઢેક વર્ષથી ફરાર મોરબીનો બાપુડી ઝડપાયો

સુરેન્દ્રનગર પંથકમા મારામારીના ગુન્હામાં સંડોવાયેલ અને છેલા દોઢેક વર્ષથી પોલીસ સાથે સંતાકૂકડી રમતો ફરાર આરોપી આજે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ઝપટે ચડ્યો હતો. જેને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી આગળ ધપાવી છે. સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકમા નોંધાયેલ કલમ.૫૦૪ , ૫૦૬ (૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ -૧૩૫ ના ગુન્હાનો દોઢેક વર્ષથી ફરાર આરોપી શકિલ ઉર્ફે બાપુડી સતારભાઇ કાદરી (ઉ.વ.૨૪ રહે.જોન્સનગર લાતીપ્લોટ શેરી નં. ૦૯ મોરબી) મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ કોહીનુર પાન પાસે ઉભો હોવાની સીટી એ ડીવીઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન આરોપી બાપુડી હાજર મળતા પોલીસે તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને જાણ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!