Monday, May 6, 2024
HomeGujaratમહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી તમંચા અને કાર્ટીઝ સાથે ઈસમ ઝડપાયો

મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી તમંચા અને કાર્ટીઝ સાથે ઈસમ ઝડપાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી હાથ બનાવટના તમંચા તથા જીવતા કાર્ટીઝ સાથે નીકળેલ એક આરોપીને મોરબી એલ.સી.બી. પોલીસે દબોચી લીધો હતો. એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બાતમી આધારે પોલીસે મોરબી – હળવદ હાઇવે પરની મહેન્દ્રનગર ચોકડી પાસેના રોડ ઉપર ઉભેલ દિનેશભાઇ ખીમજીભાઇ ભટ્ટી (ઉ.વ. ૨૮ રહે . મોરબી -૦૨ ભડીયાદ કાંટા પાસે સાયન્સ કોલેજ પાસે વિધ્યાનગર સોસાયટી) ની તલાસી લેતા તેના કબ્જામાંથી એક દેશી હાથબનાવટનો લોખંડનો તમંચો કી.રૂ. ૫,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ -૦૨ કી.રૂ. ૨૦૦ સહિત ૫,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!