મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઇલ ટાવરમાંથી બેટરી બેકઅપના સેલની ચોરી થયાની ફરિયાદ ઉઠી છે. આ મામલે ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોધપર (નદી) ગામેં આવેલ વાઘજીભાઇ બેચરભાઇની વાડીમા ઇન્ડઝ કંપની દ્વારા મોબાઇલ ટાવર લગાવવામા આવ્યા હતા જેને નિશાન બનાવી ગત તા.૦૬-૦૩ના રોજ આરોપી પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૫, રહે. નાની લાખાવાડ, તા.જશદણ, જી.રાજકોટ), કિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.વ.૨૭, રહે. ખડવાવડી, તા.જશદણ, જી.રાજકોટ) અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬, રહે. ખડખડ, તા.વડીયા, જી.અમરેલી) ટાવર આઇ.ડી. નં. 1281863 માંથી અમરારાજા કંપનીના બેટરી બેકઅપના સેલ નંગ-૨૪ (એક સેલની કિં.રૂ.૧,૦૦૦) સહિત કુલ કિં.રૂ.૨૪,૦૦૦ની ચોરી કરી ઉસેડી ગયા હતા. જેને પગલે કંપનીના સબંધિત કર્મી અશોકભાઇ પાલજીભાઇ રાઠોડે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાંથી એક બાઈક ચોરાયું
વાંકાનેર ખાતે આવેલ શાકમાર્કેટમાંથી એક બાઇક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના લુણસરીયા ખાતે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયા નમાના યુવાને સાહેદની સારવાર લેવા તેઓનુ હીરો કંપનીનું સ્પેન્ડર GJ-36-Q-2233 કિં.રૂ.૨૦,૦૦૦ને વાંકાનેર શાકમાર્કેટ ચોક પાસે આવેલ મણીકણીવાળી શેરીમા પાર્ક કર્યું હતું.જેને નિશાન બનાવી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો જે આજ સુધી ન મળતા લાલજીભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.