Saturday, November 23, 2024
HomeGujaratધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ...

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં મોરબી ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો સામૂહિક અભિવાદન કરાયું

ટાઉનહોલ ખાતે મહાનુભાવોના હસ્તે રેશનકાર્ડ ધારકોને હુકમોનું વિતરણ કરાયુ

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના ૧૦૧ જેટલા તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવશે થયેલ નવા લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના કરાયેલા આયોજનના ભાગરૂપે મોરબીમાં ટાઉનહોલ ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે, મોરબી ૪૦૦૦થી વધુ લોકોને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદાનો લાભ મળશે. તેમજ આ કાયદા અંગે જાગૃતિ રાખવા લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આપણા દેશે વિકસીત દેશો કરતાં પણ પહેલા કોરોનાની દવા શોધી લીધી છે અને કોરોના વોરીયર્સને પણ આપવાની ચાલુ કરી દીધી છે. વધુમાં લોકોને અપીલ કરી હતી કે, કોરોનાની દવા ભલે મળી ગઇ હોય પણ આપણે બધાએ પહેલાં જેટલી જ સાવચેતી રાખવી પડશે.

આ પ્રસંગે મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરાયેલ નવા લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સ્ટેજ પરથી પ્રતિકરૂપે રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતાબેન પટેલ, મોરબી પ્રાંત અધિકારી ઝાલા, મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, મોરબી તાલુકા મામલતદાર જાડેજા, મોરબી શહેર મામલતદાર રૂપાપરા સહિત સમિત સખ્યામાં લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!