બાળ જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ પોષણ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે. જેમાં સગર્ભા અવસ્થાના ૯ માસ અને ત્યાર બાદ બાળક ૨ વર્ષનું થાય તે સમયગાળાનો સમાવેશ થાય છે. જેથી સગર્ભા, ધાત્રી તેમજ ૬ માસ થી ૨ વર્ષના બાળકના પોષણસ્તરમાં સુધારો થાય તે હેતુથી સુપોષણ માટે કાર્યરત ગુજરાત સરકાર દ્વારા સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના- SMSBY નો આઈ.સી.ડી.એસ. મારફતે વર્ષ ૨૦૨૨-૨૩થી શુભારંભ કરવામાં આવેલ છે. જેમાં લાભાર્થીને દર માસે ૧ કિલો તુવેર દાળ, ૧ લીટર સીંગતેલ તેમજ ૨ કિલો ચણા દર માસે આંગણવાડી મારફતે પુરા પાડવામાં આવશે. આ માટે જુલાઈ ૨૦૨૦ કે ત્યાર બાદ જન્મેલ બાળકની માતા તેમજ ઓગસ્ટ ૨૦૨૧ કે ત્યાર બાદ ગર્ભ ધારણ કરેલ બહેનની SMSBY એપ્લીકેશન પર નોંધણી કરેલ હોવી જરૂરી છે. આ નોંધણી માટે લાભાર્થીની આંગણવાડીમાં નોંધણી, આરોગ્ય વિભાગમાં નોંધણી (ઈ-મમતા આઈ.ડી ટેકો આઈ.ડી), ગુજરાતના NFSA રાશનકાર્ડમાં આધાર કાર્ડ સાથે નોંધણી હોવી ફરજીયાત છે. નોંધણી ન કરાવેલ લાભાર્થીઓએ નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મોરબીની યાદીમાં જણાવેલ છે.