Friday, April 19, 2024
HomeGujaratમોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ સહિતનાઓનો શપથગ્રહણ સમારોહ સંપન્ન

મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ સહિતનાઓનો શપથગ્રહણ સમારોહ સંપન્ન

રાષ્ટ્રીય સેવાની ભાવનાને વરેલા ઇન્ડીયન લાયોનેસ ક્લબ (મોરબી)ના વર્ષ ૨૦૨૨-૨૩ ના નવનિયુક્ત પ્રમુખ નયનાબેન બારા તેમજ તેમની ટીમના શાનદાર શપથગ્રહણ સમારોહનું મોરબીના રામ ચોક ખાતે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રમુખ સહિતના હોદેદારો એ શપથ ગ્રહણ કર્યા હતા .

- Advertisement -
- Advertisement -

આ શપથ ગ્રહણ સમારોહમાં શપથ પુરોહિત ધીમંતભાઇ શેઠ (નેશનલ કો – ચેરમેન,ઇન્ડિયન લાયન્સ ) અને શોભનાબા ઝાલા (નેશનલ જોઇન્ટ સેક્રેટરી,ઇન્ડિયન લાયોનેસ), વિજ્યાબેન કટારિયા (સ્ટેટ પ્રેસીડેન્ટ,ઇન્ડિયન લાયોનેસ ), ધીરૂભાઇ સુરેલિયા (સ્ટેટ વાઇસ પ્રેસીડેન્ટ,ઇન્ડિયન લાયન્સ ),સુરેશભાઇ કટારિયા (સેક્ટર ચેરમેન,ઇન્ડિયન લાયન્સ) તથા વિશેષ મહેમાન તરીકે જીતુભાઇ વડસોલા (ટ્રસ્ટી, નિલકંઠ વિદ્યાલય) અને મોરબી પત્રકાર એસોસિએશન મોરબી પ્રેસિડેન્ટ અતુલભાઇ જોષીએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!