શાળા અને કોલેજો પાસે રોમિયોનો ત્રાસ અનેક સ્થળે જોવા મળતો હોય છે ખાસ કરીને ગર્લ્સ સ્કૂલ કોલેજ ની આસપાસ લૂખા તત્વો અડિંગો જમાવીને બેસતા હોય છે અને પોતાના લક્ષણો બતાવતા હોય છે ત્યારે મોરબીમાં સગીરાનો અવાર નવાર પીછો કરી ત્રાસ આપતા ઇસમ વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં એક શાળામાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા રોજ પોતાની શાળાએ જતી હોય ત્યારે અને પરત ઘરે આવતી હોય ત્યારે એક રોમિયો ગિરિ કરતો અલ્તાફ દિલાવરભાઈ નામનો શખ્સ તેનો અવાર નવાર પીછો કરી ફ્રેંડશીપ કરવાનું કહી સતામણી કરતો હતો અને સગીરા એ આ લૂખા તત્વને પાછળ આવવાની ના કહી છતાં પણ નકટા બનેલા રોમિયો એ પોતાની રોમિયો ગિરિ ચાલુ રાખી હતી અને આ બનાવ સતત દોઢ બે મહિના સુધી ચાલતા અંતે કંટાળી સગીરાએ પોતાની માતાને આ બાબતે જાણ કરતા સગીરાની માતાએ અલ્તાફ દિલાવર નામના ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આઇપીસી ૩૫૪(એ),૩૫૪(ડી) અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તાકીદે આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.