આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના નિવાસ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠક માં શુ નિર્ણય લેવાશે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા જે નિર્ણય આવી ગયા છે અને મોરબી સહિત અન્ય શહેરો માં અમુક લેભાગુ તત્વો દ્વારા અફવા ઓ ની ભરમાર લાગી છે.ત્યારે ક્યાં શહેરો માં કઈ પ્રકાર ના નિયંત્રણ લગાવાયા છે તે વિગતવાર જાણો.
મોરબી માં લાગુ નિયંત્રણો
- સૌ પ્રથમ આપણે મોરબી ની વાત કરીએ તો મોરબી સહિત રાજ્યભર માં 31 જાન્યુઆરી સુધી 1 થી 9 ધોરણ નું ઓફલાઇન શિક્ષણ બન્ધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને લગ્ન તેમજ સામાજીક અને રાજકીય મેળાવડા માં ખુલ્લી જગ્યા હોય તો 400 વ્યક્તિઓ ને મંજૂરી આપવામાં આવી છે અને જો બન્ધ જગ્યા હોય તો કેપિસિટી ના 50% વ્યક્તિઓ ને જ છુટ આપવામાં આવી છે.અને એ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.અંતિમ ક્રિયા માં 100 વ્યક્તિઓ ને જ છૂટ આપવામાં આવશે.
- સિનેમા હોલ,જિમ,વોટર પાર્ક,સ્વિમિંગ પુલ,લાયબ્રેરી,આડીટોરિયમ,એસેમ્બલી હોલ અન્ય મનોરંજક સ્થળો એ કેપેસિટી ના 50 % વ્યક્તિઓ ને જ મંજૂરી મળશે.
- જાહેર બાગ બગીચાઓ રાત્રી ના 10:00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે .
- તમામ સ્કૂલ ,કોચિંગ સેન્ટર,ભરતી કોચિંગ સેન્ટર ,ટ્યૂશન કલાસ માં ધોરણ 9 થી ઉપર ના શિક્ષણ કાર્ય માટે કુલ ક્ષમતા ના 50% વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે.તથા શાળા કોલેજ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ,ભરતીઓ નિયતગાઈડલાઈન પ્રમાણે યોજવાની રહેશે.જ્યારે બસ ટ્રાન્સપોર્ટ માં 75% મુસાફરો સાથે ચાલુ રાખી શકાશે અને બસ ટ્રાન્સપોર્ટ સેવા ને રાત્રી કરફ્યુ માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ,રમત ગમત સંકુલ પ્રેક્ષકો વગર ચાલુ રાખી શકાશે.
- તથા સમગ્ર ગુજરાત માં માસ્ક અને ફેસ માસ્ક પહેરવું અને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું ફરજિયાત છે.
નીચેના નિયંત્રણો ફક્ત નીચે જણાવેલ શહેરો માટે જ લાગુ રહેશે .
- જ્યારે 08 મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર, જામનગર,જૂનાગઢ,ગાંધીનગર અને અન્ય બે શહેર આણંદ અને નડિયાદ માં રાત્રી ના 10:00 થી સવાર ના 06:00 સુધી કરફ્યુ લાગુ રહેશે .
- તથા દુકાન ,વાણિજયિક સંસ્થાઓ, લારી ગલ્લાઓ,શોપિંગ કોમ્પ્લેક્ષ,માર્કેટિંગ યાર્ડ ,ગુજરી બજાર,હાટ,હર કટિંગ સલુંન,બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રી ના 10:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
- હોટેલ અને રેસ્ટોરન્ટ માં કુલ બેઠક ક્ષમતા ના 75% ગ્રાહકો સાથે રાત્રી ના 10:00 સુધી ચાલુ રાખી શકાશે. તેમજ હોમ ડીલીવરી 11:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.