Friday, April 26, 2024
HomeGujaratમોરબીના પ્રભુક્રુપા ટાઉનશીપના ગેટ પાસેથી આઇવા ટ્રકની ચોરી થયાની ફરિયાદ

મોરબીના પ્રભુક્રુપા ટાઉનશીપના ગેટ પાસેથી આઇવા ટ્રકની ચોરી થયાની ફરિયાદ

મોરબી જિલ્લામાં બાઈક ચોરીની અવારનવાર સામે આવતી ઘટનાઓ આજે આઈવા ટ્રકની ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે. મોરબીની પ્રભુક્રુપા ટાઉનશીપના ગેટ પાસેથી આઇવા ટ્રકની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેંન્ડ સામે આર.સી.સી. રોડ ઉપર પ્રભુક્રુપા ટાઉનશીપના ગેટની બાજુમા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરા (ઉ.વ.૩૫ રહે- મહેંદ્રનગર , ભરવાડવાસ, સીતળા મા. વિસ્તાર મોરબી)એ પાર્ક કરેલ રજી. નં. જી.જે.૦૩ એ.ટી. ૦૪૬૪ નંબરનો આઈવા ટ્રક જેની કિ.રૂ. ૫,૦૦,૦૦૦ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી જતા નિલાભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ આધારે અજાણ્યા ઈસમ સામે આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!