રાજકોટ શહેર પો.કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી. ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવિણકુમાર તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જેનો ફેલાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે મ્હે. પો.કમી રાજકોટ શહેરનાં દ્વારા ઓધૌગીક/ વાણીજય એકમો/કારખાનાઓ/ઓફીસો તેમજ ખાણી પીણીની દુકાનો તથા ચા ની લારીઓ તથા પાનની દુકાનો તથા અન્ય કામકાજના સ્થળોએ કોરોના વાયરસ નો ફેલાવો ન થાય તે માટે સાધનો જેવા કે માસ્ક, સેનેટાઇઝર વગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે જે સબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાની સુચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન કોઠારીયા રોડ શ્રી રામ પાર્ક સોસાયટી મેઇન રોડના ખુણે આવેલ રાજ ડીલકસ પાન નામની દુકાને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતા મજકુર દુકાન ધારક દેવાયત લક્ષ્મણભાઇ સોલંકી વિરૂધ્ધ સોશ્યલ ડીસ્ટન્સ ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. અને આજરોજ રાજકોટ મહાનગર પાલીકાના દબાણ હટાવ શાખાના અધિકારી/કર્મચારીઓને સાથે રાખી સદરહુ રાજ ડીલકસ પાન નામની દુકાન ૩ દિવસ માટે શીલ કરાવી કાર્યવાહી કરવામાં આવેલ છે. અને અન્ય પણ દુકાન ધારકો સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવે તો તેઓ વિરૂધ્ધ પણ આજ રીતે કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. આર.જે.કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ તથા મહાનગર પાલીકાના દબાણ હટાવ શાખાના ઇ.આર.ઓ. ડી.જે. જાડેજા તથા કર્મચારીઓ રોકાયેલ હતા.