Wednesday, April 24, 2024
HomeGujaratકોરોના સંદર્ભે મોરબી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી નિયંત્રણો લદાયા

કોરોના સંદર્ભે મોરબી કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી નિયંત્રણો લદાયા

જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

- Advertisement -
- Advertisement -

કોવીડની મહામારીને પહોંચી વળવા તેમજ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અમુક નિયમો લાદવામાં આવ્યા જેમાં લગ્ન સમારંભમાં ૫૦(પચાસ) થી વધુ વ્યક્તીઓ એકઠા થઈ શકશે નહીં. રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહી. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી/ઉતરક્રિયામાં ૫૦(પચાસ) થી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં. જાહેરમાં રાજકીય/ સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ તહેવારો પોતાને આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. સરકારી અર્ધ સરકારી બોર્ડ કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે અથવા અલટરનેટ દિવસે કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનીશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં. અત્રેના જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદીત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિકસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે. ગૃહ વિભાગના હુકમ ક્રમાંક: વી-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨, તા.૦૬.૦૪.૨૦૨૧ ના હુકમથી આપવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહે છે.આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કેન્દ્રિય મંત્રાલયો/રાજ્ય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામ ચૂસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે.

આ હુકમ કે જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૬૦ હેઠળ તથા વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૫ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!