Monday, June 22, 2026
HomeGujaratભરૂચ : ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો, 12 આરોપીઓ...

ભરૂચ : ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો, 12 આરોપીઓ ઝડપાયા

ભરૂચ જિલ્લાના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરીના બનાવોમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હાંસોટ પોલીસે ચાર અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા એલ્યુમિનિયમ વીજ વાયરો, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ ખેતીવાડીની ચાલુ વીજલાઈન કાપી વાયરની ચોરી કરી ભંગારમાં વેચી દેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તથા અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.17.45 લાખ કિંમતના ઓલ-એલ્યુમિનિયમ વીજ કંડક્ટર વાયર, એક થ્રી-વ્હીલ ટેમ્પો, સાત મોટરસાયકલ અને નવ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.20,60,412નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ હાંસોટ અને પાનોલી વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજલાઈન હેક્ઝો બ્લેડ અને અન્ય સાધનોની મદદથી કાપી નાખતા હતા. ત્યારબાદ વાયરને નાના ટુકડાઓમાં કાપી કોથળા અને થેલાઓમાં ભરી ટુ-વ્હીલર વાહનો મારફતે અન્ય સ્થળે લઈ જતા હતા. ચોરીનો માલ ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખ્યા બાદ અનુકૂળ સમયે અલગ-અલગ ભંગાર વેપારીઓને વેચી દેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!