Monday, June 22, 2026
HomeGujaratહળવદના માથક ગામ નજીક જીઈબી સબસ્ટેશન પાસેથી મોટરસાયકલની ચોરી

હળવદના માથક ગામ નજીક જીઈબી સબસ્ટેશન પાસેથી મોટરસાયકલની ચોરી

હળવદ તાલુકાના માથક ગામ નજીક આવેલા જીઈબી સબસ્ટેશનના ગેટ પાસે પાર્ક કરેલું હોન્ડા સાઈન મોટરસાયકલ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે રહેતા પ્રવિણભાઈ ભુપતભાઈ ચૌહાણ ઉવ.૪૮એ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના નામે હોન્ડા સાઈન મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-ક્યુક્યુ-૯૭૬૨ ગત ૨ જૂનના રોજ ચોરી થઈ ગયું હતું. તેમનો પુત્ર પ્રદીપ ચૌહાણ માથક ગામ નજીક આવેલા જીઈબી સબસ્ટેશન ખાતે રિપેરિંગ કામ માટે ગયો હતો. ત્યારે સબસ્ટેશનના ગેટ પાસે મોટરસાયકલ પાર્ક કરીને અંદર કામ કરવા ગયા બાદ પરત ફરતાં બાઈક સ્થળ પરથી કોઈ લઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારજનો અને મિત્રોએ અનેક દિવસો સુધી શોધખોળ કરી હતી, પરંતુ મોટર સાયકલની કોઈ ભાળ મળી ન હોતી. જેથી મોટરસાયકલની ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!