Wednesday, October 28, 2026
HomeGujaratમોરબીમાં બિહારના શ્રમિક સાથે રૂ.૮૦ હજારની ઓનલાઇન છેતરપિંડી

મોરબીમાં બિહારના શ્રમિક સાથે રૂ.૮૦ હજારની ઓનલાઇન છેતરપિંડી

યુપીઆઈ આઈડી મારફતે બે ટ્રાન્ઝેક્શન કરી બેંક ખાતામાંથી રકમ ઉપાડી: રૂ.૮ હજાર હોલ્ડ થયા, બાકીની રકમ પરત મેળવવા ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા લાયન્સનગર વિસ્તારમાં રહેતા બિહારના શ્રમિકના બેંક ખાતામાંથી અજાણ્યા યુપીઆઈ આઈડી ધારકોએ કુલ રૂ.૮૦,૦૦૦/- ઉપાડી લેતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના વીસીપરા લાયન્સનગર વિસ્તારમાં ચરમરીયા દાદાના મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા અને મજૂરીકામ કરતા બડેલાલ પ્રસાદ ઉવ.૨૯ મૂળરહે. પિઠોરી તા.થાવે જી.ગોપાલગંજ બિહારના બેંક ખાતામાંથી ઓનલાઇન નાણાકીય છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધાવેલ ફરિયાદ મુજબ, તા. ૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રે તેમણે ગુગલ પે એપ્લિકેશનમાં પોતાના બેંક ખાતાનું બેલેન્સ ચેક કરતાં બે અલગ-અલગ યુપીઆઈ આઈડી મારફતે રકમ ઉપાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં રાકેશ નામના વ્યક્તિ સાથે જોડાયેલી યુપીઆઈ આઈડી મારફતે રૂ.૫૦,૦૦૦/- અને અમજતખાન નામ સાથે જોડાયેલી યુપીઆઈ આઈડી મારફતે રૂ.૩૦,૦૦/- મળી કુલ રૂ.૮૦,૦૦૦/- ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ અંગે તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. જેથી કુલ રકમમાંથી રૂ.૮,૦૦૦/- હોલ્ડ થયા હતા, જ્યારે બાકીની રકમ પરત મળી ન હતી. હાલ બી ડિવિઝન પોલીસે આ સમગ્ર ઓનલાઇન છેતરપિંડી મામલે ભારતીય ન્યાય સંહિતા તથા આઇટી એક્ટ હેઠળ સંબંધિત યુપીઆઈ આઈડી ધારકો તથા તપાસમાં સામે આવે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!