મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) તથા મોરબી પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અન્વયે એલ.સી.બી. મોરબીની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
મોરબી એલ.સી.બી. પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ સ્કવોડની ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન મળેલી બાતમીના આધારે, રફાળેશ્વર જીઆઇડીસીમાં જીઓ ગ્રેસ પાછળ આવેલ ‘મીલો ટાઇલ્સ-કાઉ્ન’ સીરામીકના જૂના બંધ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો.આ બંધ કારખાનામાં કોલસાના ડેલામાંથી ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) એક ટાટા ટ્રક (નં. RJ-19-GF-0871) માં ભરીને ખાલી કરવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પર જઈને આ બાબતે બિલ કે આધાર-પુરાવા માંગતા આરોપીઓ દ્વારા કોઈ જ સંતોષકારક પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા.પોલીસે ગેરકાયદેસર રીતે ચોરી કે છળકપટ પૂર્વક મેળવાયેલ હોવાની શંકાના આધારે ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો) ૩૪૫૫૦ કિ.ગ્રા.,કિંમત રૂ. ૬,૨૧,૦০০/- તેમજ ટાટા ટ્રક કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/ સહિત કુલ રૂ. ૨૧,૨૧,૦૦૦/- નો મુદામાલ BNSS ની કલમ ૧૦૫(૧) મુજબ શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સાથે જ મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ (ઉ.વ. ૩૮, રહે. નાડસર, તા. ભોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન) અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા (ઉ.વ. ૨૬, રહે. બબુરા થાના, કોહલીવડ, જી. આરા, બિહાર) નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં મોરબી એલ.સી.બી. પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઇ. બી.ડી. ભટ્ટ,પેરોલ સ્કવોડના પીએસઆઈ વી.જી.માલાણી તથા એ.એસ.આઇ. જયસુખભાઈ વસીયાણી, શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ આસીફભાઈ ચાણકીયા સહિતના જોડાયા હતા.






