Thursday, January 23, 2025
HomeGujaratહળવદમાં બાઈક અથડાવવા મામલે મારામારી, બેને ઇજા : ફરિયાદ નોંધાઈ

હળવદમાં બાઈક અથડાવવા મામલે મારામારી, બેને ઇજા : ફરિયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના જાનીફળી વિસ્તારમાં રહેતા ઓમભાઇ જીતેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ. ૧૯) નામના યુવાને તેજ વિસ્તારમાં રહેતા આરોપીઓ જૈમીનભાઇ રાજુભાઇ વ્યાસ, રાજુભાઇ નર્મદાશંકર વ્યાસ, માધવભાઇ રાજુભાઇ વ્યાસ, અરૂણાબેન રાજુભાઇ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૩ના રોજ જાનીફળી ગેટ પાસે એક આરોપીએ પ્રથમ ફળીના ગેટ સાથે તેનુ મોટરસાઇકલ ભટકાડતા ફરીયાદી સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વતી મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તા. ૧૪ના રોજ પણ ફરીયાદી તથા સાહેદને ફળીની સફાઇ બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!