વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે એક ઇકો કાર દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો ત્યારે બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાઈક સાથે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ત્યારે આગે મળતી માહિતી મુજબ કોઠારીયા ગામે રહેતા ભીમજીભાઇ સવજીભાઈ સારલા ઉંમર વર્ષ ૪૫ વાળા પોતાના સ્પ્લેન્ડર મોટર સાઇકલ નં :- જીજે-૩૬-એઈ-૦૭૭૮ વાળું લઈ જતા હોય ત્યારે આ કામના આરોપી ભાવેશભાઈ રમેશભાઈ કોળી પોતાની ઇકો કાર નં :- જીજે-૩૬-એસી -૬૦૯૧ વાળી બેફિકરાઈ થી ચલાવી નીકળ્યા હોય ત્યારે ભીમજીભાઈ અડફેટે લેતા તેમના શરીરને ગંભીર જાઓ પહોંચી હતી ત્યારે તેમને સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.